હું અને મારું કામ
બન્ને માટે રોજ થોડો થોડો ઘસાઉ છું,
તમે અને તમારી વાત
બન્ને ને રોજ ખુબ ખુબ યાદ્દ કરું છું,
આશા અને નિરાશા
બન્ને વચ્ચે રોજ જોલા ખાઉં છું,
તારું અને મારું
બન્ને વચ્ચે મારો અહંકાર નડે છે,
દિવસ અને રાત
બન્ને મારું જીવન ચલાવે છે ,
આજે અને ગઈ કાલે
બન્ને વચ્ચે કઈ નવું સ્થાયી થાય છે ,
પ્રેમ અને તિરસ્કાર
બન્ને મારા જીવનના અટૂલ રસ છે,
રચયતા - જયેશ સોની