Friday, 29 April 2016

એક હોયતો બીજાની ખબર પડે


એક હોયતો બીજાની ખબર પડે !


જીવન તો જીવવા જેવું છે  પણ  જોગ તો લેવા જેવો છે 

પ્રેમ તો કરાવા  જેવો છે  અને  તિરસ્કૃત પણ થવા જેવું છે 

આશાતો કરવા જેવી છે  સાથે નિરાશા તો જોવા જેવી છે 

આનંદ તો કરવા જેવો છે ત્યારે ક્રોધ તો થવા જેવો છે.

સુખ તો માણવા જેવું છે અરે દુ:ખ તો લેવા જેવું છે 

સ્નેહ તો કરવા જેવો છે તેમજ ડંખ લીધા જેવો છે.   \

સંગ તો કરવા જેવો છે સામે  જુદાઈતો થવા જેવી છે 

આરામ તો કરવા જેવો છે તો તાણ પણ લેવા જેવી છે 

કલમકાર :
- જસો
29-04-2016
m  9425062617

Saturday, 23 April 2016

કયારે આવીશ!!


"વિદેશ ગયો દીકરા નો વિયોગ "
માયાની લાગી તને માયા
ક્યારે ઉડી ગઈ વહાલી કાયા

પાછો ક્યારે આવીશ
હવે તારા વગર કરમાયા

લાગ્યા કરેછે તું આવ્યોને
ફડકી જાઉં છું જોઈને પડછાયા 

આંખની પાપણ જબકે નહિ
તાકેદી રાખી રોજ બેસુ છાયા. 

 રેતી સરે તો  પણ થાય  છે 
તારા પગરવ આવે વાયા વાયા. 

રચના  :  CA. જયેશ સોની 
23-12-2015