Saturday, 31 May 2025

શ્રી રાધે સેવા સૂત્ર ઈન્દોર

 શ્રી રાધે સેવા સૂત્ર, ઈન્દોર

113, શ્રી વર્ધન ,4,  RNT માર્ગ ઇન્દોર  452001

મો: 9425062617

શ્રી રાધે સેવા સૂત્ર,ઇન્દોર - (RSS)

એક વિનમ્ર પ્રયાસની જાણ....

ઇન્દોર સોની સમાજનાં વડીલો દ્વારા શ્રી રાધે સેવા સૂત્ર  RSS નામક સંસ્થાનું ગઠન શ્રી વલ્લભ જયંતિ નાં શુભ અવસર પર કરવામાં આવ્યું મુખ્ય ઉદ્દેશ તેમાં પ્રતિમાહ શુભ દિન નિમિતે વૃદ્ધા આશ્રમ, બાલ અનાથ આશ્રમ, વિકલાંગ આશ્રમ, ડફ અને ડેમ્બ આશ્રમ, વિધવા સહાય, ગૌશાળા સેવા, ખુબજ જરૂરતમંદ સમાજનાં પરિવારની કોઈ આવશ્યકતા, બ્લડ ડોનેશન વગેરે સેવાને લક્ષમાં રાખીને સમાજનાં સક્ષમ સભ્યોથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડીનું સ્વૈચ્છિક દાન પૂર્ણતઃ તેમની સ્વેચ્છાએ લઈ અને તેમને આ પ્રકારનાં સેવા સ્થાને જવા પ્રેરિત કરવા....

આ તારતમ્યમાં  શ્રીરાધે સેવા સૂત્ર નાં સ્થાપક શ્રી CA જયેશ ભાઈ સેજપરા, શ્રી નરોત્તમ ભાઈ માંડલિયા જામનગર વાળા CM જ્વેલર્સ , શ્રી રમેશ ભાઈ કેડેચા, શ્રી કુંજબિહારી મદાની નાનાભાઈ જ્વેલર્સ, શ્રી ગીરધરભાઇ ચુનીલાલ માંડલિયા, શ્રી નરેન્દ્રભાઈ પોપટલાલ સેજપરા, શ્રી જ્યોતિન્દ્રભાઈ ધીણોજા જેતપુરવાળા, શ્રી નિલેશભાઈ નારાયણદાસ માંડલિયા, શ્રી ઘનશ્યામ છોટાલાલ અખેણિયા, શ્રી જીતેન્દ્રભાઈ કડેચા પૂર્વ CBI Bank ઓફિસર, શ્રી વિપુલભાઈ ધિણોજા ,શ્રી હસમુખભાઈ ભગવાનદાસ મદાની, શ્રી મનસુખભાઈ ગોપાલજી અખેણિયા સાથ પત્ની બાળકો પરિવાર સહિત સમાજનાં પ્રમુખ આગેવાનો દ્વારા સર્વ પ્રથમ શ્રી વલ્લભ જયંતિ 24.04.2025 ગુરુવારનાં શુભ દિને દશરથ વૃદ્ધ આશ્રમ ઇન્દોર ખાતે જઈ અને આશ્રિત વૃદ્ધ લોકો ને ભોજન કરાવવા માં આવ્યું અને સાથે રોજનાં 300 નિઃશુલ્ક ટિફિન હોસ્પિટલ મોકલવામાં આવે છે  તેમાટે પણ અંશ દાન કર્યું....

સમાજમાં આ પ્રકાર ની સેવા નું આયોજન સમાજ જન દ્વારા ભેગા મળીને પ્રથમ વાર કરવામાં આવ્યું.....


શ્રી નરોત્તમ ભાઈ માંડલિયા દ્વારા સેવા પ્રકલ્પ ને પ્રતિમાસ વેગ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું .


આહેવાલ...

CA જયેશ ભાઈ સેજપરા

સ્થાપક



श्री राधे सेवा सूत्र  
इंदौर 

नियमावली 


श्री राधे सेवा सूत्र  (AOP ) होकर निम्न नियमो के आधीन एवं साक्ष में  आज दिनांक २४ अप्रैल २०२५   को गठित हो रहा हे :-

१. यह की इस समूह या संस्था में केवल श्री विशा  श्री माड़ी  सोनी समाज इंदौर के सदस्य ही सदस्य बन सकते हे।

२. यह की इस संस्था का उद्देश्य समूह के सदस्यों के कल्याण जिसमे आजीविका , छोटी बचत , ऋण -वित्तीय सहायता , मेडिकल , अन्न , शिक्षा  सहायता करने हेतु गठित किया हे।


३. . इसके सदस्य आजीवन सदस्य होंगे जो RS १०१/- एक बार प्रवेश शुल्क  व प्रति माह Rs ५० /- बतोर  बचत जमा कराएंगे। जिसे संचालक मंडल संस्था के हित  में  समय-समय पर परिवर्तित कर सकेंगे।

४. संचालक समिति ११  सदस्य की होगी जिसमे में एक अध्यक्ष , एक उपाध्यक्ष , एक सचिव , एक सह सचिव, एक कोषाध्यक्ष अवं छह अन्य संचालक मंडल सदस्य रहेंगे।

५. संस्था के सदस्य बनाने का अधिकार केवल संचालक समिति के पास पूर्ण रूप से सुरक्षित रहेगा।

६. संस्था के संचालक मंडल के चुनाव प्रति २(दो) वर्ष में एक बार किये जावेंगे जो की संचालक मंडल की मीटिंग के पश्चात साधारण सभा में किये जावेंगे अवं पदाधिकारी के चुनाव चुने हुए संचालक मंडल के प्रथम मीटिंग में किये जायेंगे।

७. संचालक मंडल समूह के सभी उदेश्यो की पूर्ति हेतु कार्य करने के अधिकृत हे अवं बैंक खाते  के  २ (दो)  पदाधिकारी संचालित करेंगे।

८. संस्था के सभी कार्य सरकारी अवं गैर सरकारी कार्य हेतु वर्तमान कार्यरत चुने हुए पदाधिकारी हस्ताक्षर हेतु अधिकृत है।

९. संस्था के नियमित सदस्य संस्था के मुनाफे मे से सदस्य अमानत राशि पर आर्थिक लाभ प्राप्त करने के अधिकारी होंगे जो की साधारण सभा में हिसाब पारित होने के पश्चात् घोषित होगा।

१०. प्रति वर्ष साधारण सभा वित्तीय वर्ष की समाप्ति के पश्चात ६ माह में बुलाई जाएगी। अवं साधारण सभा के बाद सदस्य हेतु कार्यक्रम व भोजन व्यवस्था  संचालक मंडल के निर्णय के अधीन होंगे।

११. साधारण सभा बुलाने की अवधि बढ़ने का विशेष अधिकार संचालक मंडल के पास होगा।

 १२.  संस्था का बैंक खाता एवं मियादी जमा किसी भी राष्ट्रीयकृत बैंक या कोपरेटिव बैंक में संचालक मंडल के निर्णय से खोले जा सकेंगे। जिसे २ अधिकृत पदाधिकारी द्वारा संचालित किया जायेगा।

 १३. किसी भी सदस्य के संस्था विरुद्ध आचरण हेतु सदस्यता से निष्कासित करने का अधिकार संचालक मंडल को होगा।

१४. संस्था /समूह को समाप्त करने का अधिकार साधारण सभा को हे एवं  सम्पति अवं दाइत्व का निपटारा करने के बाद हाजिर सदस्यों को शेष राशि का बराबर -बराबर बटवारा कर दिया जायेगा।

 १५. समूह में होने वाले सभी लाभ व हानि के सभी सदस्य बरोबर जवाबदेह या उत्तरदायी रहेंगे।

१६.  सदस्य या संचालक मंडल के किसीभी प्रकार के विवाद के निपटारे हेतु आर्बिट्रेशन एक्ट लागु होगा।

१७.  सदस्यों को संस्था के हित  में आचरण करना होगा अवं साधारण सभा में संचालक मंडल के सदस्य बहुमति से चुनने का अधिकार होगा।

 १८. ऋण व् बचत के लिए व् अन्य नियम स्व - सहायता समूह के नियम लागु होंगे।

१९. उपरोक्त नियमावली साधारण सभा में संचालक मंडल की अनुशंषा एवं पारित संशोधन से बदले जा सकेंगे।
 २०.  समूह/ संस्था  का ऑफिस का पता - २०१, मित्तल हाइट्स , शक्कर बाजार , सराफा थाने  के पीछे , इंदौर रहेगा।

      हस्ताक्षर द्वारा पारित अवं सत्य प्रतिलिपि।

वास्ते श्री विशा श्री माड़ी  सोनी  हितवर्धक संस्था



अध्यक्ष                          उपाध्यक्ष                   सचिव                  सह सचिव                    कोषाध्यक्ष                            


सदस्य


શ્રી રાધે સેવા સૂત્ર ઇન્દોર

M NO 9425062617


પ્રતિ તંત્રી મહોદય  જાગૃતિ 

જ્ઞાતિ વર્તમાન માં પ્રકાશન બાબદ 

માતૃછાયા અનાથ બાલ સંસ્થાનમાં સેવા પ્રકલ્પ 

  સહર્ષ જણાવતા આનંદ થાય છે કે રવિવાર 13.07.2025 ના રોજ, અમારી સંસ્થા શ્રીરાધે સેવા સૂત્રનાં 51 મહિલા સદસ્યો દ્વારા માતૃછાયા બાળ કલ્યાણ સંસ્થાન, સેવા ભારતી દ્વારા સંચાલિત એકમ, જ્યાં નાના અનાથ શિશુઓને આશ્રય અને ઉછેર આપવામાં આવે છે, તેમના દ્વારા રોજમર્રાની ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ અને સામગ્રી અને રોકડ રકમ ભેટ કરવામાં આવી . સાથે એક કેન્સર પીડિત ને રોકડ સહાયતા કરવામાં આવી .

આ પ્રસંગે માતૃછાયા મેનેજિંગ સભ્ય શ્રી વીરેન્દ્રજી બોડાણા અને ભાજપ પાર્ષદ  શ્રીમતી સંધ્યાજી યાદવ સાથે શ્રી રાધે સેવા સૂત્રના સ્થાપક શ્રી સીએ જયેશ સેજપરા, શ્રી નરોત્તમ ભાઈ મંડલિયા , શ્રી રમેશ ભાઈ કડેચા , શ્રી કુંજબિહારી મદાની સાથે હાજર રહ્યા હતા. શ્રી રાધે સેવા સૂત્રનો પરિચય આપતા સીએ જયેશભાઈ એ કહ્યું કે અમે સેવાનો દીવો લઈ ને ચાલી રહ્યા તેને મશાલ બનાવવી પડશે. હાલમાં અમારી સંસ્થામાં 154 સભ્યો તન મન ધન થી સેવા આપી રહ્યા છે.

માતૃછાયાના મેનેજર પિયુષજી સાહુએ ભારત માતાના સંદર્ભમાં એક સુંદર ગીત રજૂ કર્યું અને શ્રી વીરેન્દ્રજી બોડાણાએ માતૃછાયા અને સેવા ભારતીની સેવા પર પ્રકાશ પાડતા કહ્યું કે નાના બાળકોને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અહીં લાવવામાં આવે છે અને તેમની સંભાળ 24 કલાક નર્સિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવે છે જેનું નામ યશોદા રાખવા માં આવે છે.બાળકોનું સમયાંતરે બાળરોગ ચિકિત્સક દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં, સરકારી યાદી મુજબ સંસ્થા દ્વારા સેંકડો બાળકોને દત્તક આપવા માં આવ્યા છે. હાલ બાળકો ને દત્તક લેવા ની સરકારી વેઇટિંગ 3-4 વર્ષ છે . પાર્ષદ શ્રીમતી સંધ્યા યાદવે જણાવ્યું હતું કે મને માતૃછાયા આવવાનો લહાવો મળ્યો અને રાધે સેવા સૂત્રના સભ્યોને મળીને હું અભિભૂત છું, હું આપ સૌને મારી શુભેચ્છાઓ પાઠવું છું.

આ પ્રસંગે, રાધે સેવા સૂત્રના શ્રી જીતેન્દ્ર કડેચા , સોની સમાજના પ્રમુખ શ્રી વિજય રાજપુરા, શ્રી નિલેશ સોની, શ્રી કેતન મદાણી , શ્રી યોગેશ પાટડીયા, શ્રી ધર્મેશ સોની, શ્રી નંદકિશોર સોની, શ્રી દીપક માંડલિયા અને તેમના યુવા સાથીઓ તેમજ શ્રીમતી મનોરમા બેન મંડલિયા, શ્રીમતી અલકા સેજપરા , શ્રીમતી ભારતી બેન કડેચા , શ્રીમતી  નીતા માંડલિયા, શ્રીમતી હેમાંગીની રાજપરા, વગેરે સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ માતૃછાયા ખાતે બાળકો માટે સામગ્રી અર્પિત કરી.

અંતમાં, શ્રી જયેશ સેજપરા દ્વારા માતૃછાયાના સંદર્ભમાં એક હૃદયસ્પર્શી ગીત રજૂ કરવામાં આવ્યું, जाने वालो जरा मुद के देखो मुझे इक इंसान हूँ में तुम्हारी तरह ...' નિલેશ માંડલિયા એ સંચાલન કર્યું અને  રમેશ કડેચા એ સૌનો આભાર માન્યો.

                                        આહેવાલ  : CA જયેશ સેજપરા સાથે રમેશ કડેચા  



જાગૃતિમાં પ્રકાશનાર્થ 

૧૫ ઓગસ્ટના રોજ ઇન્દોર શહેરમાં, દેવી અહિલ્યા ગૌ માતા જીવ દયા ટ્રસ્ટ કેસર બાગ રોડ ખાતે   શ્રી રાધે સેવા સૂત્રના ૧૦૦ સભ્યોએ ગાયો માટે ૫૬ ભોગનું આયોજન કર્યું હતું, જેમાં ૪૨ પ્રકારના શાકભાજી અને પ્રકારના ફળો અને લાડુ, ચાપડ, લીલું ઘાસ વગેરેથી લગભગ ૬૦૦ કિલો ભોગ નો  શણગાર કરવામાં આવ્યું હતું.

રાધે સેવા સૂત્ર ના સંયોજક શ્રી રમેશ ભાઈ કડચાએ જણાવ્યું હતું કે ૫૬ ભોગ સાથે, શિવ પરિવાર અને લાડુ ગોપાલ નું  સૂત્ર ના ૧૦૦ લોકોના સમૂહમાં મંત્રોચારથી ગૌ માતાનું પૂજન અને આરતી પણ કરવામાં આવી હતી અને ગાયોને ભોગ આપવામાં આવ્યો હતો.

 શ્રી રાધે સેવા સૂત્ર સંસ્થપક સદસ્ય  સીએ. જયેશ સેજપરાએ જણાવ્યું હતું કે ગૌશાળામાં પહેલીવાર  ,ભગવા વસ્ત્રો પહેરેલા સંત શ્રી સ્વામિનારાયણ મંદિર ખંડવા રોડના સંત સ્વામી નિરંજનદાસજી દ્વારા  રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્ર ગાન કર્યું હતું સ્વામીજી દ્વારા  ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગાયોની સેવા કરી હતી. સંસ્થાના વરિષ્ઠ નરોત્તમ ભાઈ મંડલિયા દ્વારા સ્વામીજીનું સ્વાગત કરવામાં આવ્યું.

 પ્રવચન આપતી વખતે, સ્વામીજીએ રાધે સેવા સૂત્રો રજૂ કર્યા જેમાં છ પ્રકારના ફૂલોનો સમાવેશ થાય છે જે દરેક વ્યક્તિના જીવનમાં લાગુ પડે છે, જેમાં  સુંદરતમ Beautiful, હૃદયસ્પર્શી Heartful , શાંતિપૂર્ણ Peaceful , સંભાળ રાખનાર Careful, મદદરૂપ Helpful , પ્રેમાળ  Loveful છે. ઉપરોક્ત ચર્ચા કરતી વખતે, સ્વામીજીએ કહ્યું કે સુંદરમાં, વ્યક્તિ મન અને શરીરમાં સુંદર હોવી જોઈએ. હૃદયસ્પર્શીમાં, કોઈ પણ વ્યક્તિને મન, વાણી અને શરીરથી દુઃખી થવું જોઈએ. મદદરૂપ એટલે હંમેશા બીજાઓને મદદ કરવી. કાળજીપૂર્ણમાં વ્યક્તિએ હંમેશા સમાજ, પરિવાર, સંબંધો અને મિત્રોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રેમપૂર્ણમાં જીવનમાં પ્રેમ હોવો જોઈએ. વ્યક્તિએ પ્રકૃતિ, પ્રાણીઓ અને બધા માનવોને પ્રેમ કરવો જોઈએ.

કાર્યક્રમમાં નેહા, કૃષ્ણ, પ્રાંજલ માંડલિયાએ દરેક માટે અને નાના બાળકો માટે સુંદર હસ્તકળાથી રાષ્ટ્ર  ઘ્વજ નો બેજ બનાવ્યા, તેમજ બાળકો માટે ચિત્રકલા માં સ્થળ પર જીવંત વિષયો પર દોરવામાં આવ્યા. અને સભ્યોએ કાર્યક્રમોની સુંદર મોબાઇલ ફોટોગ્રાફી કરી હતી. શ્રી વિશાલ પુરુષોત્તમદાસ મંડલિયા દ્વારા સેવા સૂત્રનો એક સુંદર મોનો તૈયાર કરવામાં આવ્યો હતો જેનું અનાવરણ સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાય સેવા, દેશભક્તિ અને સંત આધ્યાત્મિકતાનો સંગમ થયો અને ત્રિરંગાના પ્રતીકને સાકાર કરવામાં આવ્યો.

કાર્યક્રમનું સંચાલન નિલેશ ભાઈ માંડલિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર કેતન ભાઈ મદાનીએ વ્યક્ત કર્યો હતો તેમજ  હિતેશ માંડલિયા, ઘનશ્યામ ધીનોજા, કમલેશ ઝીંઝુવાડિયા, રાજેન્દ્ર અખીણીયા, નન્દકિશોર રાજપરા, શુભમ માંડલિયા, વિકાસ સેજપરા   કાર્યક્રમમાં સક્રિય રીતે કામ કર્યું હતું. તેમજ ૫૦ મહિલા  સક્રિય કાર્યકર્તા તરીકે હાજર રહ્યા હતા.

અહેવાલ : સીએ  જયેશ ભાઈ સેજપરા સાથે રમેશ ભાઈ કડેચા