Saturday, 28 September 2013

"ગાંધી-વ્યથા-ગરબો "

"ગાંધી-વ્યથા-ગરબો "

એ...આજે હું સાભરું રે.. ગાંધી તારા દેશ માં

કાલનું સંભારણું થયું રે , દેશ પરદેશ માં
        આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં...બાપુ મારા દેશ માં...2 

હું તો રે કહું છે કે આ દેશ નથી તારો 
હું તો રે કહું છું કે અહી ભૂલોરે તું પડ્યો 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
આજે હું સાભરું રે.. ..ગાંધી તારા દેશ માં, 

સત્ય અહિંસાની રે કોઈને નથી પડી
ભ્રષ્ટ ભારતની છવી ભેટ મને મળી 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
         આજે હું સાભરું રે.. ..ગાંધી તારા દેશ માં, 
            
સત્યાગ્રહની તો રે,  ફિલ્મ અમે જોઈ ,
તારા પુત્રની તો , ફજેતી અમે જોઈ 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
        આજે હું સાભરું રે.. ..ગાંધી તારા દેશ માં, 

મુન્નાના બાપુ બન્ને ,ગાલ ધરી દેજો
બંદુક કોઈ તાણે તો માલ ધરી દેજો 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2

         આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં, 

તારા તો ફોટાના , સંગ્રહમાં સૌ મીઠા 
ધોળાકાળા કામ માં ,હસતા તમને દીઠા 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
         આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં, 

બાપુ તારા નામની લાજ આજે ખોઈ 
આશારામના આશ્રમ અને જેલ રાતે રોઈ 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
         આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં, 

રચયતા : સીએ જયેશ સોની , ઈન્દોર મો. 9425062617               તા : 28-09-2013
  
1 comment: