Saturday, 7 September 2013

કર્મ ની વ્યાખ્યા ભય અને આનંદ સાથે



કર્મ ની વ્યાખ્યા ભય અને આનંદ સાથે 

ગીતાસારમાં ઈશ્વરે કર્મની વ્યાખ્યા કરી અને મનુષ્યને કર્મ  પ્રધાન વિશ્વના દર્શન કરાવ્યા. મનુષ્યના જીવન માં કર્મ એજ સાધન છે, સાધ્ય છે, સાર છે. હવે પ્રશ્ન એ છે કે કર્મ કરવાની પાછળ પ્રેરક તત્વ શું છે? મનુષ્યએ કેવા કર્મ કરવા જોઈએ ? મનુષ્ય ક્યારે કર્મ કરવા પ્રેરિત થઇ શકે છે? વિગેરે ..જેમ ઈન્જીન વગરના ડબ્બા સ્ટેશન પર ઉભા રહી જાય છે  તેમ પ્રેરણા વગરનો મનુષ્ય કર્મ વિહીન થઈને જીવન નશ્વર કરે છે. કર્મના ઊંડાણમાં જઈએ તો કર્મ માટે પ્રેરકતત્વ શું છે?..... શા માટે કર્મ કરવો પડે છે?..... મનુષ્યનો સ્વભાવ જે ઈશ્વરે મન અને બુદ્ધિના સમાન્જસ્યથી સંસ્કારરૂપી આવરણથી સજ્જ કરીને ભેટ કર્યા છે એ સ્વભાવને વશ થઇ મનુષ્ય કર્મ કરવાનું પ્રારંભ કરે છે. સમગ્ર શરીર પર મન અને બુદ્ધિનું સામ્રાજ્ય છે અને એજ મન એટલે પિતા અને બુદ્ધિ એટલે માતાનો પુત્ર એટલે સ્વભાવ મનુષ્યના કર્મને ગતિ પ્રદાન કરે છે. જયારે મનુષ્ય કર્મમાં લીન થવા માંડે છે ત્યારે એના કર્મમાં બે તત્વો સ્વભાવ થી આવે છે, જે મુખ્યતઃ છે ભય અને આનંદ.

મનુષ્યના કર્મ ભય અને આનંદથી પ્રેરિત અને પ્રભાવિત થાય છે. ભયના  અનંત પ્રકાર હોય છે જેમાં મનુષ્ય કર્મનું આચરણ કરે છે સ્વયંથી ભય, પરિવારથી ભય, બીજા વ્યક્તિથી ભય, સમાજથી ભય, પ્રાણી થી ભય, પ્રકૃતિથી ભય, દેશથી ભય, અન્ય દેશથી ભય વિગેરે મનુષ્યના કર્મની છણાવટ કરો તો કર્મમાં અસુરક્ષાના અસંખ્ય કારણો મળશે. અસુરક્ષા વગર મનુષ્ય કર્મ કરવા પ્રેરિત નથી થતો. માટે કર્મ કરવા ભય નો ઉપયોગ થાય છે. અને  આવા ભય પ્રધાન કર્મથી મનુષ્યની  ગતિ ધીમી અને ચિંતાઓથી ઘેરાયેલી બને છે. પ્રશ્ન થાય છે કે શું કર્મ માટે ભય તત્વ આવશ્યક છે?
        
હવે બીજા પ્રેરક તત્વ તરફ જોઈએ, આનંદ એ મનુષ્યનો સ્વભાવિક ગુણ છે અને આનંદ માટે કરેલા અને આનંદથી પ્રેરિત થઇને કરેલા કર્મ એટલે કર્મની પાછળનું કારણ આનંદ જ હોવું જોઈએ જેમકે ગીત ગાવું, સંગીત શીખવું, પ્રભુ ભક્તિ કરવી, કોઈ વ્યક્તિની મદદ કરવી, માતા પિતાની સેવા કરવી, બાળકને રમાડવું, પત્ની અને બાળકો સાથે હરવું ફરવું , દેશ ભક્તિ , વ્યાપાર રોજગાર કાર્ય વિગેરે જેની પાછળ નું અંતિમ કારણ આનંદ જ હોવું જોઈએ.

આનંદથી પ્રેરિત થઇને કરેલા કાર્ય પોતાને એટલે 'સ્વ' ને અર્પણ થાય છે અને 'સ્વ' માટે જ હોય છે. 'સ્વ' અટલે 'આત્મા'. આનંદથી કરેલા કર્મમાં ભય વ્યપ્ત  નથી હોતો અને ભય પ્રધાન કર્મમાં આનંદ નથી હોતો. ભય પ્રેરક કર્મમાં 'સ્વ' હોતો નથી અને કર્મ અન્ય વ્યક્તિને ભેટ જતો રહે છે, જયારે આનંદથી કરેલા અને આનંદ માટે કરેલા કર્મ સ્વયંને  અર્પણ થાય છે અને આત્મા ફક્ત તેજ અંગીકાર કરે છે. ભયથી કરેલા કર્મ શરીરને રોગી અને મનને દુઃખી બનાવશે અને આનંદથી કરેલા કર્મ મનુષ્યને નિર્ભીક, ઉત્સાહી અને નીરોગી રાખશે।

મનુષ્ય જયારે  પોતાના કર્મમાં ભય અને આનંદના અંતિમ તત્વને જોવાની આદત પાડશે ત્યારે કર્મ નું  પ્રથકરણ કરી શકશે આવા પ્રથકરણ કરેલા  કર્મ થકીજ પરિવાર, સમાજ અને દેશ માટેનાં  સતકાર્ય પૂર્ણ મનોયોગથી થશે અને ઈશ્વરની વધુ નજીક જઈ શકાશે...ઓઉમ શાંતિ.....


પ્રભુ પ્રેરણાથી વિચાર : સીએ.  જયેશ સોની 
મો.9425062617

No comments:

Post a Comment