Sunday, 8 December 2013

મરક મરક મરચું થાય

ગોંડલ ગામ ને સમર્પિત 

"મરક મરક મરચું થાય "





મરક મરક મરચું થાય 
મસાલામાં સિરમોર જણાય  

રંગે લીલું અને લાલ થાય 
થાળીથી લઇ બર્ગર માં ખવાય 

સ્વાદે તીખું અને મોરું થાય 
ઝુપડીથી લઇ મહેલમાં જાય 

આકારે ઘોલર ને સિંદરી  થાય
મીઠા નો તે સગો ભાઈ ગણાય 

બોલ વચન માં ઉપયોગ થાય 
મન કે દિલ એના થી ઘવાય 

મરચાની ધુવાણી થાય 
આંખા-નાકમાં થી પાણી જાય

મરચું સવ ને વાલી થાય
 નાના-મોટેરા સૌ પ્રેમથી ખાય

લીંબુ મરચું સાથે થાય 
ખરાબ નજર ને ધૂળ્યું પાય 
  
રચયતા :  સીએ. જયેશ સોની , ઈન્દોર
મો 9425062617


તા 08-12-2013

2 comments: