પંચતત્વ
જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ
જળ વર્ષાથી વરસે છે
જળ નો રંગ નિરંગ હોય છે
જળ વેગ વન હોય છે
જળ સંસાર ની પનચોતેર ટકા વસાહત અને સમસ્ત જીવ પર છવાયેલ છે
સંસાર ની શુદ્ધિ જળ સિવાય શક્ય નથી
તન ની શુદ્ધિ જળ સિવાય શક્ય નથી
જળ માનુષ ને સંતોષે છે
જળ વગર સૃષ્ટિ ની કલ્પના શક્ય નથી
જળ નો વપરાશ ક્યાં ક્યાં છે
વિચારો કે જળ નથી
અને તેના વગર તમે શું શું નથી કરી શકતા......
અગ્ની ની એક પ્રકાશ પુંજ સૂર્યથી નીકળે છે
પ્રકાશ પુંજ નો રંગ નીરંગ હોય છે
પણ પ્રકાશ પુંજ માં સાત કલર હોય છે
અગ્નિ ની જ્વાલા લાલ અને નારંગી કલર ની હોય છે
અગ્નિ વેગવાન હોય છે
અગ્ની સંસાર ની શુદ્ધિ કરે છે
અગ્નિ સમસ્ત જીવ અને સંસાર ના સમસ્ત પદાર્થ ને પોસે છે
અગ્નિ જીવ ને સંતોષે છે
અગ્નિ વાતાવરણ ને શુદ્ધ કરેછે
અગ્નિ વાયુ ને શુદ્ધ કરેછે
પ્રકાશ પુંજ નો રંગ નીરંગ હોય છે
અગ્નિ વગર ની કલ્પના કરો
અને તેના વગર તમે શું શું નથી કરી શકતા......
વાયુ આકાશ તત્વની અંદર વેગ થી ફરે છે
વાયુ સમસ્ત પદાર્થ કે તરલ ને વેગ આપે છે
વાયુ અવાજ નો સંચાર માધ્યમ છે
વાયુ નીરંગ છે
વાયુ સ્પર્શ હીન છે
વાયુ વિના જીવ સૃષ્ટિ જીવીના શકે
વાયુમાંનું ઓક્શીજન સમસ્ત સૃષ્ટી નું પાલન કરેછે
વાયુ સૃષ્ટિના સમસ્ત ગેસ ની ગતિ પ્રદાન કરેછે
વાયુ વાતાવરણ ની શુદ્ધિ કરેછે
અગ્નિ કે જળ વાયુ થીજ વેગવાન બને છે
પ્રથ્વી સમસ્ત જીવો નો ભાર પોતા પર વહન કરે છે
જળ અગ્નિ અને વાયુ ને પોતાના આવરણ માં સમાવી ને રાખે છે
પૃથ્વી સમસ્ત જીવો માટે ખાદ્ય પ્રદાન કરે છે
પ્રથ્વી ગતિમાન છે
પ્રથ્વી ની ગતિ થી વિવિધ મોસમ બને છે
પ્રથ્વી ની ગતિ થી સૂર્ય અને ચંદ્રમાં પોતાના પ્રભાવ સૃષ્ટિ પર છોડે છે
પ્રથ્વી જળનો સંપૂર્ણ ભાર જીલે છે
સમસ્ત વાતાવરણ નું નિર્માણ પૃથ્વીમાં થાય છે
સમસ્ત જીવ જળ અગ્નિ વાયુ અને આકાશ નો પ્રભાવ પૃથ્વી પર અનુભવે છે
આકાશ એક ખાલી તત્વ છે
આકાશ નીરંગ છે
આકાશ પૃથ્વી ની અંતર્ગત રચેલું છે
આકાશ ની અંતર્ગત વાયુ વિચરણ કરે છે
આકાશ ચલ અચલ અને જીવ સૃષ્ટી ને હરવા ફરવા ની મોકળાશ આપે છે
આકાશ વાતાવરણ ને પોતાની અંદર સમાવેશ કરે છે
આકાશ જળ અગ્નિ અને વાયુ ને ગતિમાન રાખવા ખાલી જગા આપે છે
સૃષ્ટિ નું નિર્માણ પંચતત્વથી થયું છે
પાંચે તત્વ પવિત્ર છે
પાંચે તત્વ ઈશ્વરના વાહક છે
પાંચે તત્વ પ્રકૃતિ છે
પાંચે તત્વ ઈશ્વર છે
:પરિકલ્પના અને લેખન :
સીએ જયેશ સોની ઈન્દોર
9425062617
No comments:
Post a Comment