'પણ ગુજરાતી સમાજ એક'
આ તારી પેનલ આ મારી પેનલ
પણ ગુજરાતી સમાજ એક
કોણ જૈન,પટેલ, સોની કે શાહ
સમાજ તો તમારો એક
છે નોખા-અનોખા સમાજ
પણ ભાષા સવની એક
આ તારો માણસ આ મારો
પણ સેવા કરવાનો હેતુ એક
વેર ના કરશો ચુનાવમાં કેમકે
દર પ્રસંગે જમશું ભાણે એક
એક બીજા ને માન આપશો
સમાજ હિત ની રાઈ બનાવજો એક
આ એક ગુજરાતી સમાજ
એના વાવટા ન બનાવશો અનેક....
એના વાવટા ન બનાવશો અનેક.....
નિવેદક અને રચના :
સીએ. જયેશ ભાઈ સોની , ઈન્દોર
મો. 9425062617
તા. 07/02/2014
No comments:
Post a Comment