જયારે લખી વસીયત
નહતો માનતો હું કે, છે આ મારી ઘડી છેલ્લી
પણ યાત્રા આવી ગઈ, છેલ્લા શ્વાસની વેલ્લી....
લખી જ્યારે વસીયત ત્યારે, થયા ખુબ ચા-પાન
અલક-મલકની વાતુંથી, ઘર થયું ગુજાયમાન.....
બાપુજી શું તમે પણ, ઉમર થશે તમારી સો વરસ
વસીયતની શું જરૂર, તમને લાગે અમારા પણ વરસ
વસીયતના પહલાં, સોઉને ખૂબ આદર ઉમડતા
પછી થયા મને, એકા એક છોકરડા ભૂલતા
લખી વસીયત પ્રેમ વશ, ભૂલકા મારા છો
જુવે દીકરા હવે એમ, કે તમેતો પરયા છો
વસીયત મેં લખી, મારા જ સંતાનો માટે
એજ મારા મૃત્યુની, રાહ જોવે સંપતિ માટે
જે સંપતિ માટે હું, મરતો રહ્યો વારંવાર
તેના માટે જ હવે, મરવું પડશે અંતિમ વાર
નથી જોઈતી કોઈને, મારા શરીરની વસીયત
તારી બા કહતી મરી, જોજો બધાની તબિયત
છે આ નશ્વર વસ્તુની લાલસા, દીકરા તુજને
ભૂલી જશે તારા તુજને, ત્યારે યાદ કરીશ તુ મુજને....
ત્યારે યાદ કરીશ તુ મુજને....
કલમ : સીએ. જયેશ સોની, ઈન્દોર
તા.31-05-2014, શનિવાર
No comments:
Post a Comment